અવિકા ગોર એક જાણીતી ટીવી અભિનેત્રી છે. તે આજે તેનો 26મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.
અવિકાએ ટીવી હોરર શો શશ્શ...કોઈ હૈ (2007) થી બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ શો પછી અવિકા એ ટીવીના સૌથી લોકપ્રિય શો બાલિકા વધૂમાં કામ કર્યું. આ શોમાં અભિનેત્રીએ આનંદી નું પાત્ર ભજવી ને ઘર ઘર માં લોકપ્રિય બની હતી
અવિકા હાલમાં બોલિવૂડ ફિલ્મોમાં દેખાઈ રહી છે. અવિકાની સિરિયલો અને ફિલ્મોની ચર્ચા તેના મહેનતાણાની જેમ જ થતી હતી.
અવિકાએ તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમોમાં હાજરી આપીને સારી કમાણી કરી હતી.
એવું કહેવાય છે કે જ્યારે અવિકા નાના પડદા પર કામ કરતી હતી, જ્યારે તેની સિરિયલો ચાલુ હતી, ત્યારે તે એક શોમાં દસ મિનિટના દેખાવ માટે 2 લાખ રૂપિયા લેતી હતી
સિરિયલના મહેનતાણાની વાત કરીએ તો જ્યારે તે બાળ કલાકાર હતી ત્યારે તેને એક દિવસના લગભગ 25 થી 35 હજાર મળતા હતા.
રિપોર્ટ અનુસાર અવિકાની કુલ સંપત્તિ 30 થી 35 કરોડ રૂપિયા છે.