મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકાં જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે. શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે. લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે
ચહેરા પર ખીલની સમસ્યા વધુ હોય તો તેના પર મીંઢળના ઝાડની છાલનો લેપ લગાવવાથી ઘણી રાહત મળે છે.
આ ઝાડનાં મૂળ હાડકાના દુખાવામાં રાહત આપે છે અને જંતુનાશક પણ ગણાય છે.
મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે. સ્વભાવે મધુર, કડવું અને ઉષ્ણ તાસીર વાળું મીંઢળ પિત્ત અને શરદીને પણ જલદી મટાડે છે.