બહેડા એ ભારતીય ઉપખંડમાંનું એક જાણીતું અને ભારતીય પરંપરાગત વૈદક શાસ્ત્ર આયુર્વેદમાં ખુબ જ મહત્વ ધરાવતું એક વૃક્ષ છે. તેના ઝાડ ઘણા ઊંચા મોટાં થાય છે અને જંગલોમાં જોવા મળે છે. ઝાડ પરના ગોળ ફળને બહેડા કહે છે. જે પાકીને ઝાડ નીચે ઢગલાબંધ એકઠા થાય છે. તેના પાન વડના પાન જેવા હોય છે.