બીલીનાં ઝાડ પાનખર છે, જે ભારતમાં બધે જ થાય છે. પવિત્ર વૃક્ષ છે. શંકર ભગવાનના મંદિરમાં અવશ્ય વાવવામાં આવે છે. તેના પાન ત્રિદલ હોય છે. આ પાન શિવપૂજામાં ઘણાં વપરાય છે. તેના ઝાડ પર કોઠા જેવા ફળ આવે છે. કાચા ફળનું શાક તથા અથાણું થાય છે. કાચા બીલાનો ગર્ભ સૂકવીને રાખે છે. તેને બેલ કાચરી કહે છે. પાકાં બીલાં ગળ્યાં હોય છે. તે લોકો ખાય છે. તથા તેમાં ખાંડ નાંખી શરબત બનાવી ઉનાળામાં ઠંડક માટે તેમજ ઝાડા મટાડવા વપરાય છે.