આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

નગોડ વિશે

 નગોડનું ઝાડ બધે જાણીતું છે. તે નદી કિનારે થાય છે. સદા રહિત છે. તેનું ઝાડ ૧૫ થી ૨૦ ફૂટ ઊંચુ થાય છે. ઝાડ પર આખું વર્ષ ફૂલ તેમજ ફળ આવ્યા કરે છે. તેનાં ફૂલ સફેદ ભૂરાં રંગના હોય છે. તેનાં પાન લાંબા આગળથી અણીદા૨ ઉપરથી લીલા પણ પાછળથી ધોળા હોય છે. પાનની ઉપરની સપાટી લીલી, નીચેની સફેદ હોય છે.

નગોડ ઉપયોગ

વાયુના વિકારો ઉપર તેના બીજનો ઉપયોગ ખાસ થાય છે. પ્રસૂતા સ્ત્રીને તેનો ઉકાળેલા પાણીના સ્નાન કરવામાં આવે તો તેનું શરીર સ્ફૂર્તિવાળું બને છે. 

નગોડ ઉપયોગ 

માથાના દુઃખાવા પર તેનાં બાફેલા પાનની લુગદી બાંધી શકાય. તેથી ફાયદો થાય છે.

નગોડ ઉપયોગ 

જો સાંધાનો દુઃખાવો થયો હોય કે વાથી પકડાઈ ગયા હોઈએ તો નગોડના પાન, અરડુસીનાં પાન અને નીંલગીરીના પાનની વરાળ સ્નાન (સ્ટીમબાથ) કરી શકાય અને ઘણો ફાયદો મેળવી શકાય.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન