મોટું વૃક્ષ પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળે છે. જેની છાલ કાઢવાથી લાકડું લાલ રંગનું દેખાય છે. થડ કથ્થઈ રંગનું હોય છે. તેનું લાકડું ઠંડી કે ગરમીમાં ફૂલતું કે સુકાતું નથી.
તેનો ઉપયોગ વાદ્ય બનાવવા તથા દંતશૂળ માટે થાય છે.
લાકડાને પાણીમાં પલાળી તે પીવાથી મધુપ્રમેહમાં રાહત રહે છે.
ગુંદર અતિસાર, પેઢાં ફૂલી જવામાં અને દાંતના દુખાવમાં વપરાય છે.