બોરડીના ઝાડ બધેજ જોવા મળે છે. તેના પર કાંટા હોય છે. તેના ફળ પાક્યાં પછી ઘણાં મધુર સ્વાદિષ્ટ લાગે છે. બોરની અનેક જાતો હોય છે. સામાન્ય બોર, ઝાડીનાં બોર, કાશી બોર, સૂકવેલાં બોર વગેરે. બોરડીનું ખાસ વાવેતર કરવામાં આવતું નથી, પરંતુ ખેતર અને જંગલમાં બીમાંથી પોતાની મેળે તે ઊગી નીકળે છે. બોરડી ગમે તેવી જમીનમાં થાય છે, પણ ચીકણી માટીમાં થતી નથી.