બોરસલીનાં ઝાડ ઘટાદાર ઘણાં ઊંચા થાય છે. તેનાં પાંદડા આંબાના પાનને થોડા ઘણાં મળતા આવે છે. ગોળ બટન જેવાં સફેદ સુગંધીદાર ફૂલો થાય છે. નાની બદામ જેવાં તેને ફળ આવે છે. જે પાકેથી સિન્દૂર રંગના ઘણાં સુંદર હોય છે. બાળકો તેને ખાય છે.
બોરસલી ઉપયોગ
બોરસલીનાં બી તથા કાળાં મરીનો ઉપયોગ હરસ મસા માટે ખાવામાં વપરાય છે.
બોરસલી ઉપયોગ
બોરસલીનો જાણીતો અને સારામાં સારો ઉપયોગ તેનું દાતણ કરવાથી દાંત ઘણાં મજબૂત વજ જેવાં બને છે.
બોરસલી ઉપયોગ
દાંત દૂખતા હોય તો તે મજબૂત થઈ જાય છે. હૃદય રોગ પર તેના ફુલની તાજી માળા રોજ પહેરવાથી ફાયદો થાય છે.