આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ચારોળી વિશે 

ચારોળીના ઝાડ હિમાલય, કોંકણ, મલબાર, નાગપુર, છોટા ઉદેપુર, રાજપીપળા વગેરેના ડુંગરાળ પ્રદેશોમાં થાય છે. ઝાડ ઘણા મોટાં હોય છે. સૂકા પાનખર જંગલનું સુંદર વૃક્ષ છે. તેના ઉપર બકરાના કાન જેવા રૂંવાટી યુક્ત પાન થાય છે.

ચારોળીના ઉપયોગ 

આ પાનના પતરાળા બને છે. ઝાડ ઉપર ફૂલ પોષથી ફાગણ માસ સુધીઆવે છે. અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે.

ચારોળીના ઉપયોગ  

ફળ ગુલાબી લાલ નાનાં ફાલસા જેવા હોય છે. બોરની જેમ તે ખવાય છે. તેના બીને ફાડીને ચારોળી કાઢવામાં આવે છે.

ચારોળીના ઉપયોગ  

ચારોળી ખાવામાં સ્વાદિષ્ટ બુદ્ધિવર્ધક છે મિઠાઈઓ ઉપર ચારોળી છાંટવામાં આવે છે.

ચારોળીના ઉપયોગ  

ચારોળીનું તેલ બદામના તેલ જેવા ગુણવાળું હોય છે. શીળવા પર ચોળી દૂધમાં વાટી ચોપડવાથી ફાયદો થાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન