ડમરો ઉગ્ર સુગંધવાળો અને અતી ઝાડીવાળો તુલસીની જાતનો જ વર્ષાયુ છોડ છે. એને મરવો પણ કહે છે. તેનું થડ ભુરી રુંવાટીવાળું અને સીધું હોય છે. કાળા પાનવાળો અને લીલા પાનવાળો એમ બે જાતના છોડ થાય છે. ક્ષુપ બાગ-બગીચામાં તેમજ ઘરઆંગણે ઉછેરવામાં આવે છે. જેના પાન ફૂલમાંથી સુગંધિત દ્રવ્ય ઉત્પન્ન થાય છે. સુગંધી છોડ છે.