ટીવી એક્ટર શોએબ ઈબ્રાહિમ અને અભિનેત્રી દીપિકા કક્કડના ઘરે નાના મહેમાન નું આગમન થયું છે 

લગ્નના પાંચ વર્ષ બાદ બંને માતા-પિતા બન્યા છે. 21 જૂને દીપિકા કક્કરે પુત્ર ને જન્મ આપ્યો છે 

અભિનેત્રી ની પ્રિમેચ્યોર ડિલિવરી થઇ છે. પરંતુ ચિંતા ની કોઈ વાત નથી માતા અને બાળક બન્ને સ્વસ્થ છે 

દીપિકા એ તેના પતિ શોએબ ના જન્મદિવસ ના બીજ જ દિવસે દીકરા ને જન્મ આપ્યો 

આવામાં એવું કહી શકાય કે આ બાળક દીપિકા અને શોએબ ના જીવન ની સૌથી કિંમતી ભેટ છે 

આ સમાચાર સાંભળીને ઇબ્રાહિમ પરિવાર માં ખુશી નો માહોલ છે. 

શોએબ અને દીપિકાના માતા-પિતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે 

સોશિયલ મીડિયા પર બંનેના ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે