આકડાના ફૂલને માટલામાં પાથરી ઉપર અજમો, સિંધવ ભભરાવી ફરી ફૂલ પાથરી, અજમો, સિંધવ, ભભરાવવા આ પ્રમાણે આખુ માટલું ભરી મોં પર ઢાંકણ મૂકી કપડું માટીથી સીવી દઈ માટલાને નીચે ઉપર ચારે બાજુ છાણાનો તાપ આપવો, ઠંડુ થયે માટલું ખોલી તેમાંથી મળેલો ફૂલનો આખો ગટ્ટો કાઢી વાટી લેવાથી, ગેસ, ઝાડા, ખાંસી, દમ વગરેમાં સારો લાભ કરે છે.