આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

અશ્વગંધા

અશ્વગંધાએ શ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધિ છે જે વિશેષ કરીને વર્ષા ઋતુમાં જોવા મળે છે અશ્વગંધાના સેવન થી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે આ છોડ ને હિન્દીમાં પણ ‘અશ્વગંધા’ કહેવામાં આવે છે જ્યારે કે તેનું અંગ્રેજી નામ ‘Withania somnifera’ છે. 

અશ્વગંધા વિષે 

અશ્વગંધા , એ લીલાશ પડતા પીળા રંગનો સૂક્ષ્મ ફૂલવાળો છોડ પડતર ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે. લાલ રંગના ફળ બાહ્ય દલપુંજની અંદર ઢંકાયેલા રહે છે. અશ્વગંધાની ખેતી કરાવવામાં આવે છે  આની અનેક પેટા પ્રજાતિઓ વિક્સાવવામાં આવેલ છે.

અશ્વગંધાનો ઉપયોગ 

અશ્વગંધાના પાનની  લૂગદીનો  ઉપયોગ ચામડીના રોગમાં તેમજ અશ્વગંધા ક્ષય રોગ, નબળાઈ અને ગાંઠ વગેરેમાં કામમાં આવે છે. તે મૂત્રલ છે.

અશ્વગંધાનો ઉપયોગ 

મૂળને વાટીને અથવા ઘસીને ફોલ્લા, ઘા, સોજા પર લગાડાવમાં આવે છે.

અશ્વગંધાનો ઉપયોગ 

ડાયાબીટીસમાં તથા લોહીના નીચા દબાણમાં મૂળ ઉપયોગી છે. અશ્વગંધા શક્તિવર્ધક છે. અશ્ચગંધા દૂધ અને સાકર સાથે લેવાથી વધુ ફાયદો કરે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન