આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

આદૂ

આદુ એ એવી વનસ્પતિ છે જેનો ઉપયોગ આહારમાં મસાલા તરીકે તેમજ આયુર્વેદિક દવાઓમાં પણ વાપરવામાં આવે છે. આ વનસ્પતિનું હિન્દી નામ ‘અદરક’ તેમજ ‘આદી’ જ્યારે કે અંગ્રેજી નામ ‘zingiber officinale’ છે. 

આદૂ વિષે 

આદુનો છોડ લગભગ બે ફૂટ ઊંચો થાય છે. તેના પાન વાંસનાં ઝાડને મળતાં આવે છે. છોડની વૃદ્ધિપ્રમાણે જમીનમાં તેનાં મૂળમાં આદુના કાતરા એટલે કે ગાંઠો લાગે છે. આદુને છોલી સૂકવી લેવાથી સૂંઠ તૈયાર થાય છે. બંગાળ, ચેન્નાઈ, જમૈકાબેટ, શ્રાંગધ્રા વગેરે સ્થળોથી પુષ્કળ પ્રમાણમાં સૂંઠ આવે છે. આપણા રોજના ખોરાકમાં દાળશાકમાં આદુ, સારા પ્રમાણમાં વાપરીએ છીએ.  

આદૂનો ઉપયોગ

 આદુ ખોરાક પચાવવામાં ઘણું સારૂ કામ કરે છે. 

આદૂનો ઉપયોગ

 અજીર્ણ પર આદુનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવીને લેવાથી સારો લાભ થાય છે.

આદૂનો ઉપયોગ

ગરમ ઘી માં ગોળ મેળવી એક રસ થાય ત્યારે સૂંઠનો પાવડર મેળવી હૂંફાળુ ખાવાથી ખાંસીનો કફ પાકીને નીકળી જાય છે. વાયુના વિકારો ઉપર તે વાપરી શકાય, આદુ અમૃત તુલ્ય છે. 

આદૂનો ઉપયોગ

ગરમ ઘી માં ગોળ મેળવી એક રસ થાય ત્યારે સૂંઠનો પાવડર મેળવી હૂંફાળુ ખાવાથી ખાંસીનો કફ પાકીને નીકળી જાય છે. વાયુના વિકારો ઉપર તે વાપરી શકાય, આદુ અમૃત તુલ્ય છે. 

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન