આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

જામફળ વિશે

જામફળ બધેજ થાય છે અને તે બે વર્ષે ફળ આપે છે. સફેદ તથા ગુલાબી એમ બે પ્રકારના ફળ થાય છે, તે ખાવામાં સ્વાદિષ્ટ અને શીત હોય છે.

જામફળ ઉપયોગ

પેટના વિકારોમાં તેનાં કુમળા પાનની ભાજી વાટી પાઈ દેવી. ભાંગના નશામાં જામફળ ખવડાવવાથી તે ઉત્તરે છે.

જામફળ ઉપયોગ

આંખના ફૂલના, સોજા અથવા દુઃખાવા પર જામફળથી પાનમાં થોડી ફટકડી મેળવી ચટણી બનાવી અંતરપટ કરી આંખે બાંધવાથી અદભૂત ફાયદો થાય છે.

જામફળ ઉપયોગ

હરસ મસાના દર્દીને પાકા જામફળમાં નાગકેસરનું ચૂર્ણ મેળવી આખી રાત ચાંદનીમાં રહેવા દઈ સવારે ખવડાવી દેવું. આ પ્રમાણે ૧૫ દિવસ કરવાથી ઘણો લાભ થાય છે.

જામફળ ઉપયોગ

જામફળ સર્વશ્રેષ્ઠ ફળ છે કારણ કે તેમાં લગભગ બધા વિટામીન્સ હોય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન