PM મોદીએ ગુરુવારે મુંબઈ પ્રવાસમાં પીએમ મોદીએ મુંબઈ મેટ્રોના 2A અને 7 રૂટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું.
જે રૂટ પર મેટ્રો ટ્રેન દોડી હતી તેનો એરિયલ વ્યૂ કેમેરામાં કંડારી લેવામાં આવ્યો હતો.
આ મેટ્રો ટ્રેનના કોચ ભારતમાં બન્યા છે.
મોર્ડન લુક અને એમિનીટી સાથે તે લોકોની સેવા માટે તૈયાર છે.
આ મેટ્રોની ખાસિયત એ છે કે તેને સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મેટ્રો ટ્રેનમાં સફર કરી.
મુંબઈની મેટ્રો ટ્રેનને વડાપ્રધાન ના સ્વાગત માટે ફૂલોથી શણગારવામાં આવી હતી.