નાનો વર્ષાયું છોડ દરેક જગ્યાએ જોવા મળે છે. ઉનાળામાં છોડ સૂકાઈ જાય છે અને વરસાદ પડ્યે નીચે મૂળમાંથી ફરી નિકળી વિકાસ પામે છે. એ ઝીણી હોવા છતાં ખૂબ ગુણવાળી હોવાથી આયુર્વેદમાં એને ઘણું મહત્વ અપાયું છે. લીંડીપીપર રસમાં તીખી, થોડીક કડવી છે વળી એ તાસીરમાં ગરમ પણ નથી અને એકદમ ઠંડી પણ નથી.
તેનો અર્ક ઉત્તેજક વાયુ સારક, સ્વાસ્થ્યકારક, શક્તિવર્ધક, કૃમિનાશક અને ગર્ભાશય સ્ત્રાવ રોધક છે.
મૂળનો પાવડર દમ, સ્ત્રીનાં કમરના દુઃખાવા માટે, ગેસની તકલીફમાં, અને આફરામાં વપરાય છે.