ભારતમાં સર્વત્ર સ્થાને ચોમાસામાં આ વનસ્પતિ ચારે બાજુ ઉગનારી છે. ઉપરાંત સમુદ્ર કાઠે પણ ઉગી નીકળે છે. વર્ષાળુ છોડ ૧૦-૧૫ સેમી ઊંચાઈ અને જેના થડમાંથી ડાળીઓ અને નાના ભાલાકા૨ પાન નીકળેલા જોવા મળે છે. ભેજ મળી રહે તો બહુ વર્ષાયું છે. મામેજવો છોડ ચોમાસાની ઋતુ માં આપોઆપ મોટી સંખ્યામાં ઉગી નીકળે છે. ખેતરના શેઢા તેમજ ઘાસ ના બીડ માં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. મામેજવો ત્રણ થી પાંચ ઇંચ તથા ઘણી વખત એક થી બે ફૂટ સુધી પણ વિકાસ પામે છે.