આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

મીંઢી આવળ વિશે 

મીંઢી આવળના વેલા જમીન પર પથરાય છે. તેનાં પાન લંબગોળ હોય છે. વેલા પર ફૂલ સોનેરી ભાદરવાથી ફાગણમાસ સુધી બેસે છે. તેના પર ચપટી શીંગો આવે છે. 

મીંઢી આવળ વિશે 

છોડ ૪-૬ માસનું જ આયુષ્ય ધરાવે છે. તેની ખેતી થાય છે. ભારે વરસાદ અને અતિ ઠંડુ હવામાન તેને માફક આવતું નથી.

મીંઢી આવળનો ઉપયોગ

-મીંઢી આવળનું સેવન પેટનો આફરો, ગોળો, કરમિયા તથા આમળને દૂર કરે છે.

મીંઢી આવળનો ઉપયોગ

-વિરેચન માટે મીંઢી આવળના પાનને રાત્રે પલાળીને સવારે ગાળી લેવા અથવા તેનો ઉકાળો કરી પીવો.

સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ

મીંઢી આવળ ૧૫ તોલા, જેઠી મધ- પ તોલા, વરીયાળી ૫ તોલા, ગંધક પ તોલા, સાકર ૩૦ તોલા. બધાનું જુદું જુદું ચૂર્ણ કરવું. ગંધક તથા મીંઢી આવળને સાથે ઘૂંટી તેને બાકીના દ્રવ્યો સાથે મેળવી ચાળી લેવું.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન