અંબાણી પરિવારને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો જાણે છે.

મુકેશ અંબાણીનું પૈતૃક ઘર ગુજરાતના ચોરવાડ ગામમાં છે, જે લગભગ સો વર્ષ જૂનું છે.

મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીનું બાળપણ ચોરવાડ ગામના આ ઘરમાં વીત્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન બાદ ધીરુભાઈ અંબાણી કોકિલાબેન અંબાણીને જામનગર થી ચોરવાડ ગામના આ પૈતૃક ઘરે લઈ આવ્યા હતા.

આ પછી ધીરુભાઈ અંબાણી બિઝનેસ કરવા યમનના એડન શહેરમાં ગયા હતા.

ધીરુભાઈ ના યમન ગયા પછી કોકિલાબેને આ જૂના પૈતૃક મકાનમાં લગભગ આઠ વર્ષ વિતાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીના સો વર્ષ જૂના ઘરનો એક ભાગ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે.

આ ઘરની મુલાકાત લઈને કોઈપણ વ્યક્તિ અંબાણી પરિવારના ઈતિહાસ વિશે માહિતી મેળવી શકે છે.