આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

બાવળના ઝાડ મોટા તથા કાંટાવાળા હોય છે. તેની ડાળ કાપીને વાડ બનાવવાના કામમાં લેવાય છે. લાકડું મજબૂત હોવાથી ઘણાં ઉપયોગમાં લેવાય છે.

બાવળનો સફેદ ગુંદર થાય છે. તે ઘણો પૌષ્ટિક છે બાવળની છાલ રંગના કામમાં વપરાય છે. તેની શીંગો યા પાંદડા ઢોરને ખવડાવવામાં આવે છે. મોઢું આવે ત્યારે બાવળની છાલ તથા જાંબુડીની છાલના ઉકાળાના કોગળા કરવાથી લાભ થાય છે.

બાવળનું દાતણ દાંતને સાફ તથા મજબૂત કરે છે. પ્રમેહ પર બાવળના કુમળી પાળી સવાર-સાંજ એક એક તોલો ખાવાથી સારો લાભ થાય છે.

ઘાસલેટ પી જવા ઉપર તેલના કોગળા કરાવવા અને બાવળના ગુંદરનું પાણી નવટાંક પાઈ ઉપર દૂધ પાઈ દેવાથી ફાયદો થાય છે.

આંતરછાલ છાતીના દુઃખાવા તેમજ કફ ખાંસીમાં મોંમા રાખી તાજી છાલ ચૂસવામાં આવે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન