સંસદ ભવનનો હૉલ બનીને તૈયાર છે. નવુ સંસદ ભવન કેવુ છે, તેની તસવીર પણ સામે આવી છે.

નવા સંસદ ભવનમાં લોકસભા ફ્લોરનો પ્લાન રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર રાખવામાં આવ્યો છે.

નવા સંસદ ભવનને પૂર્ણ બનાવવાની સાથે જૂના સંસદ ભવનને મ્યૂઝિયમમાં બદલી નાખવામાં આવશે.

આ ભવન પૂર્ણ રીતે ભૂકંપવિરોધી છે

સંસદના નવા ભવનમાં એક સાથે 1200થી વધારે સાંસદના બેસવાની સુવિધા છે, જેમાં 888 સાંસદ લોકસભામાં અને 384 સાંસદ રાજ્યસભામાં બેસી શકે છે.

 ચાર માળના નવા સંસદ ભવનમાં લાઉંજ, લાઇબ્રેરી, કમિટી હૉલ, કેન્ટીન અને પાર્કિગની સુવિધા પણ આપવામાં આવી છે.