પારિજાતક અથવા પારિજાત બગીચા તથા ઘર આંગણે ઘણા પ્રમાણમાં જોવા મળે છે. પાનખર સુંદર વૃક્ષ છે. તેના ફુલમાંથી કેસરી રંગની ડાય બને છે. પારિજાતકનાં પાન ખરબચડા હોય છે. તેને શ્રાવણથી આસો માસમાં ફૂલ બેસે છે તેના ફૂલ સફેદ કેસરી દાંડીવાળા હોય છે. ફૂલ ઘણાં જ સુવાસિત હોય છે. શિયાળામાં પારિજાતકને બીજ લાગે છે તેનાં ફળ ચપટાં બટન જેવા આવે છે.
પરિજાત લઘુ અને રુક્ષ છે.છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર છે. નાડીતંત્રના સોજાને દૂર કરીને Neurological treatment માં તે સારામાં સારું પરિણામ આપે છે.