પીલું - વખડી – મીઠી જાર સદાહરિત વૃક્ષ છે. ખારાશવાળી જમીનમાં, સૂકા રણ પ્રદેશમાં નાના કદનું વૃક્ષ દરેક જગ્યાએ જોવા મળે છે. પાન ભાલાકાર અને ડાળીઓ વધુ સંખ્યામાં હોય છે. પર્ણમાં તેમજ પ્રકાંડમાં એક તીવ્ર ગંધ હોય છે. પીલુ કચ્છનું સ્થાનિક અને સદીઓ જૂનું વૃક્ષ છે. પીલુનાં ફળ પીળા રંગના મોતી જેવાં દેખાય છે.