આ વૃક્ષ ભારત દેશમાં બધે જોવા મળે છે. બીજા દેશોમાં તે થતું નથી. વડના ઝાડની જેમ તેનો ઘણો મોટો વિસ્તાર થાય છે. તેનો છાંયડો ઠંડક આપનાર હોય છે. અનેક ગુણોવાળું આ ઝાડ ભારતમાં ઘણું પવિત્ર મનાય છે. ભેજ વાળા અથવા સૂકા પાનખર પ્રદેશનું વિશાળ વૃક્ષ છે. થડ સફેદ હોય છે.