ઇવેન્ટ ના બીજા દિવસે પ્રિયંકા મલ્ટીકલર સ્લિટ સ્કર્ટ સાથે જાંબલી રંગની ચમકદાર ટ્યુબ ટોપ પહેરેલી જોવા મળી હતી.
પ્રિયંકા ચોપરાનો આઉટફિટ અમિત અગ્રવાલે ડિઝાઇન કર્યો હતો.પ્રિયંકાએ તેના લુકને પૂર્ણ કરવા માટે તેના ગળામાં ચોકર સ્ટાઇલનો ડાયમંડ સેટ પહેર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રિયંકા એ જે સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો હતો તે 65 વર્ષ જૂની વિન્ટેજ બનારસી પટોળા સાડીમાંથી બનાવવામાં આવ્યો હતો.
આ સાડી પર સિલ્વર વાયરથી એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી અને ખાદી સિલ્ક પર ગોલ્ડ લેયર લગાવવામાં આવ્યું હતું.
આ સાડીને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો. ઉપરાંત, આ માસ્ટરપીસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.