સુપ્રસિદ્ધ બિઝનેસ ગ્રુપ ટાટા સન્સના વડા રતન ટાટાએ ત્રણ વર્ષ પહેલા આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ તસવીર એ દિવસોની છે જ્યારે ટાટા અમેરિકાના લોસ એન્જલસમાં હતા.
વનસ્પતિ ના વ્યવસાયમાં શરૂઆત કરનાર અઝીમ પ્રેમજીએ WIPROનો પાયો નાખ્યો હતો. વિપ્રોના 75 વર્ષ પૂરા થવા પર રિષદ પ્રેમજીએ તેમના પિતાની યુવાનીનો આ ફોટો શેર કર્યો હતો.
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા 28 વર્ષના હતા જ્યારે તેમણે તેમના પિતાનો બિઝનેસ સંભાળ્યો હતો. આ તસવીર એ જમાનાની છે.
બાયોકોનના ચીફ કિરણ મઝુમદાર શૉએ પોતાના કરિયરની શરૂઆત એક લિકર કંપનીથી કરી હતી. આજે તે દેશની સૌથી અમીર મહિલાઓમાંથી એક છે.