મોટા છોડ લીલી રસદાર ડાળીઓ સાથે રસ્તા કે ખુલ્લી રેતાળ જમીનોમાં થાય છે. વાડ તરીકે ઉછેરવામાં આવે છે. આ એક આયુર્વેદિક ઔષધીય વનસ્પતિ છે, તેનો ઉપયોગ ઘણા પ્રકારના રોગોની સારવાર માટે થાય છે.
બીજ અને તેલ તીવ્ર રેચક, કીટાણું નાશક, ચેપનાશક તથા મૂળ અરૂચિમાં ઝાડામાં, પેઢામાં લોહી પડવું, સોજા વગેરે બિમારીમાં વપરાય છે.
રતનજોતના ઉપયોગથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે, વજન ઘટે છે, માથાનો દુખાવો અને સાંધાના દુખાવા પણ મટે છે.
રતનજોતના તેલથી દુખતા અંગ પર માલિશ કરવાથી સાંધાને અને નસોને આરામ મળે છે. તેના મૂળના પાવડરનું સેવન કરવાથી પણ સાંધાનો દુખાવો મટે છે.
બાળકો રતનજ્યોતના ફળ બીજ ખાય નહીં તેની કાળજી રાખવી જોઈએ.