આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

આ ઘાસની સૌથી સારી વિશેષતા એ છે કે તેમાં આવશ્યક તેલ મળી આવે છે, જેની કિંમત બજારમાં ઉંચી છે.  જોવામાં આવે તો રોશા ઘાસમાંથી કાઢેલું તેલ દેશ-વિદેશના બજારોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.  

સુવાસિત વાસ ધરાવતી આ ઘાસના નિસ્યંદનથી રોશા-તેલ નામનું સુવાસિત (એરોમિટિક) તેલ મેળવાય છે. જે સંધિવાત, લંબેગો વગેરે જેવા શરીરના અને મણકાના દુઃખાવા પર અન્ય તેલ સાથે ભેળવીને માલીશના રૂપે ઉપચારમાં લેવાય છે. 

રોશા ઘાસના તેલનો ઉપયોગ અત્તર, સૌંદર્ય પ્રસાધનો અને મસાલાઓમાં થાય છે. 

આ સાથે જ રોશા તેલનો ઉપયોગ એન્ટિસેપ્ટિક, પીડા નિવારક, ચામડીના રોગો, હાડકાના સાંધાના દુખાવા અને લૂમ્બેગો (પીઠની સખતાઈ) અને મચ્છર ભગાડનારી દવાઓના ઉત્પાદનમાં પણ થાય છે. 

ઘાસને ચા સાથે ઉકાળીને પીતા ખાસ કરીને ગળાના દોષો અને પેટની વ્યાધિઓમાં ફાયદો થાય છે. તેનું તેલ ઘાસ્વર જેવા ચર્મ રોગમાં પણ રાહત આપે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન