મૂળ વતન આફ્રિકા -થડ પિરામિડ આકારનું અંદરથી પોલુ હોય છે. વર્ષનો વધુ ભાગ, લગભગ પર્ણોવિના રહેતું, લીસી, સહેજ ચળકતી છાલ ધરાવતું આ વૃક્ષનું થડ ખૂબ જ જાડું હોય છે અને થોડી ઊંચાઈએ જતાં અચાનક સાંકડું થઈ જાય છે.
રૂખડોની છાલમાંથી એડિનસોનીસ નામનું કડવું તત્વ છાલને ઉકાળીને ઉકાળા રૂપે મેળવાય છે. જે ખાસ કરીને એકાંતરે આવતા તાવમાં ઉપયોગી છે.
રૂખડોના ફળનાં ગરનો ઉપયોગ થોડી માત્રામાં છાસ સાથે ઝાડની વ્યાધિમાં કામ આવે છે.
ઉપરાંત ફળનો ગર ચર્મરોગો પર પણ ઉપયોગમાં લેવાય છે. આના ફૂલ રાત્રી પક્ષીઓ દ્વારા પરાગનયન પામે છે. ફૂલ રાત્રે જ ખીલે છે. ફળના ગર્ભનો શરબત દવામાં વપરાય છે.