આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

અર્જુન

અર્જુનએ એક આયુર્વેદિક છોડ છે જેના સેવનથી શરીરની અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે આ છોડ નું હિન્દી નામ ‘કૌહ’ જ્યારે કે અંગ્રેજી નામ ‘terminalia arjuna’ છે. 

અર્જુન વિષે 

અર્જુન આ એક ભેજવાળા પાનખર, થડ સફેદ અથવા લીલાશ પડતું સફેદ જંગલનું ઝાડ છે. એના પર ધોળા ફૂલ આવે છે. 

અર્જુનની છાલનો ઉપયોગ 

અર્જુનની છાલનો ઉપયોગ હૃદયરોગમાં ઘણા પ્રમાણમાં થાય છે. તેનું આરિષ્ટ અર્જુનારિષ્ટ, હૃદયરોગના દર્દીઓને પુષ્કળ પ્રમાણમાં સતત આપવામાં આવે છે. 

અર્જુનની છાલનો ઉપયોગ 

હૃદયરોગમાં અર્જુનાદિધૃત પણ વપરાય છે. તેની અંતઃછાલ સાથે બીજા વસાણાઓ દ્વારા ગાયના ધીમાં પકવી તૈયાર કરવામાં આવે છે.

અર્જુનની છાલનો ઉપયોગ 

 અર્જુનની છાલમાંથી ઓકઝેલિક એસીડ તૈયાર કરવામાં આવે છે.

જાણો અર્જુન વિશે

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન