આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

અરીઠા

અરીઠા એક આયુર્વેદિક ઔષધિય વનસ્પતિ છે જેનો વધુ પડતો ઉપયોગ ઘરેલુ ઉપચાર માં થાય છે આ વૃક્ષનું હિન્દી નામ ‘અરીઠા’ જ્યારે કે અંગ્રેજી નામ ‘sapindus laurifolius’ છે.

અરીઠા વિષે 

અરીઠું એ જંગલ માંથી મળી આવતું એવું વિશાલ વૃક્ષ છે, જે ઘણું વિષનાશક છે. અરીઠાનાં ઝાડ જૂજ જ જોવા મળે છે. અરીઠાને ખુબજ ઉપયોગી જડીબુટી મનાય છે

અરીઠા નો ઉપયોગ 

અરીઠા નો ઉપયોગ સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથુથું વગેરેની ઝેરી અસરને દૂર કરવા માટે થાય છે.

અરીઠા નો ઉપયોગ 

અરીઠાનું પાણી કરી પીવડાવવાથી ઉલટી થઈ બધું ઝેર નીકળી જાય છે. ઝેરી અસર દૂર કરવા તેનાં કીણને આંખમાં આંજવામાં આવે છે. પણ થોડા સમય બાદ તેની બળતરા દૂર કરવા માટે ઘી આંજવું જરૂરી છે.

અરીઠા નો ઉપયોગ 

 ફેફરૂ આવે ત્યારે તેનું ફીણ આંજવામાં આવે છે. તેના પાણીથી ગરમ તથા રેશમી કાપડ સાફ થાય છે. તે જ પ્રમાણે માથું ધોવામાં પણ તેનું પાણી ઘણું વપરાય છે. 

અરીઠા નો ઉપયોગ 

 ઘરેણાંનો મેલ સાફ કરવા માટે અરીઠાનું પાણી સોની લોકો વાપરે છે. અરીઠા, આમળાં, શિકાકાઈ તથા કપૂરકાછલી પાવડરના પાણીથી શરીર તથા માથુ ધોવું શ્રેષ્ઠ છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન