- સાંધાનો દુઃખાવો થાય ત્યારે સૂંઠનાં ચૂર્ણમાં દિવેલ ભેળવી તેનો લાડુ બનાવવો. પછી તેની ચારે બાજુ દિવેલના પાન લપેટી તેના પર દોરી વીંટી એક આંગળ જાડો ચીકણી માટીનો લેપ કરવો. પછી છાણામાં પકવવું. અંદરના લાડુનો પાવડર કરી સવાર સાંજ ૧-૧ ચમચી લેવાથી ઘણો ફાયદો થાય છે. - શેક કરવામાં પણ દિવેલ વપરાય છે. અન્ય ઉપયોગ પણ ઘણાં છે.