મોટું પાનખર ઝાડ થાય છે. તેનાં ૫૨ આવળના જેવા પીળાં પણ ગુચ્છેદાર સુંદર ફૂલો થાય છે. વસંત ઋતુમાં આ ઝાડ આખું સોનેરી પીળા રંગના ફૂલોથી છવાયેલું અત્યંત આકર્ષક લાગે છે તેના પર એક હાથ લાંબી શીંગો આવે છે.
ગરમાળો ઉપયોગ
શીંગોમાં ચીકણો ગર્ભ કાળા રંગનો હોય છે તેનો દવામાં ઉપયોગ થાય છે. તેને ગરમાળાનો ગોળ કહે છે. પેટના રોગોમાં તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને વિરેચન માટે વપરાય છે.
ગરમાળો ઉપયોગ
બાળક સગર્ભા સ્ત્રી વગેરે નાજુક પ્રકૃતિવાળાને હલકો પણ સારો જુલાબ લાવી પેટ સાફ કરે છે. સાંધાની પીડા દૂર કરવા માટે સાંધા પર ચોપડવામાં આવે છે.
ગરમાળો ઉપયોગ
કાકડા વધીને દુઃખાવો થાય ત્યારે તેની છાલને પાણીમાં ઉકાળી તેના કોગળા કરવાથી આરામ થાય છે ન રૂઝાતાં વ્રણો ને તેના ફૂલનાં ઉકાળાથી ધોવાથી જલદી રૂઝાય છે.