ઉભા ગોખરૂ યાને બોડા ગોખરું અને વેલા ગોખરું એમ બે જાતના ગોખરું જોવા મળે છે. ઉભા ગોખરુંના છોડ થાય છે. તેને તલના છોડ જેવા પાન થાય છે અને જમીનથી એક ફૂટ જેટલો ઊંચો છોડ હોય છે. તેના ફળ પર ત્રણ બાજુ કાંટા હોય છે. તેને ત્રિકંટક પણ કહે છે. ઉભા ગોખરુ કચ્છમાં જ થાય છે જ્યારે બેઠા ત્રિકંટક ગોખરૂ ગુજરાતમાં બધે જ થાય છે. વેલ ગોખરૂ કાળી જમીનમાં ખૂબ ફેલાયેલા વેલા રૂપે થાય છે. તેના પાન ચણાનાં પાન જેવા હોય છે. તેમાં ચારે બાજુ કાંટાવાળા અનેક ગોખરૂ જોવા મળે છે.