મારવાડ, સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર તથા સિંગાપુરમાં તેનાં ઘણાં ઝાડ થાય છે. ગરમીમાં ઝાડમાંથી ઝરતો ગુંદર ગુગળ નામે ઓળખાય છે. મહિ ષાક્ષ – મહાતિલ – કુમુદ – પદમ - હિરણ્ય ભેદથી પાંચ જાતનો ગુગળ હોય છે. આ બધામાં હિરણ્ય યાહીરા ગુગળ જ મનુષ્ય જાતિના વ્યાધિઓમાં વધારે વપરાય છે. આ એક ક્ષુપ છે. ગુગળનું આયુષ્ય અન્ય ક્ષેપ કરતા ઓછું હોય છે.