જાબુંડાનું ઝાડ બધે જોવા મળે છે. તેનાં પાન બોરસલીનાં પાન જેવાં હોય છે. સદારિત સુંદર વૃક્ષ છે. તેના પર વૈશાખ, જેઠ મહિનામાં ફળ પાકે છે.
જાબુંડા ઉપયોગ
જાબુંડાનાં ફળો ઘણા સ્વાદિષ્ટ તેમજ લોહી વધારનારાં હોય છે. વધારે પડતા ખવાય તો પણ જાંબુ નુકશાન કરતા નથી.
જાબુંડા ઉપયોગ
જાબુંડાનો છાયો ઠંડો તથા તેની ડાળ પાણી શેવાળને નષ્ટ કરે છે. શેવાળવાળા પાણીમાં ડાળી નાંખવાથી શેવાળ નષ્ટ થાય છે.
જાબુંડા ઉપયોગ
જાંબુનો સરકો પેટના ઘણાં દર્દીમાં વપરાય છે. તેની છાલ ઉપયોગી હોવાથી બીજા દ્રવ્યો સાથે મેળવી ઉકાળી કોગળા કરવામાં વપરાય છે.
જાબુંડા ઉપયોગ
મીઠી પેશાબ વાળાએ જ્યાં સુધી જાંબુ મળે ત્યાં સુધી ખાવા તથા ઠળિયા-બીજ સૂકવીને તેનો પાવડર પણ ખાતા રહેવું.વીંછીના ડંખ પર જાંબુડીનાં પત્તાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.