૬ થી ૮ ફૂટ ઊંચું પાનખર જંગલી ઝાડ છે. બદામના પાન જેવાં તેના પાન થાય છે. તેનાં ફૂલનું શાક થાય છે. તેની શીંગો લાંબી હોય છે. શીંગોમાંથી જવની આકૃતિના બી નીકળે છે. તેને ઈન્દ્રજવ કહે છે. તે ઘણાં કડવા હોય છે. ઈન્દ્રજવનાં ઝાડ કાળા અને ધોળા ભેદથી બે જાતનાં હોય છે.
ઈન્દ્રજવ ઉપયોગ
કરમિયા ઉપર ઈન્દ્રજવના મૂળ સાથે વાવિડંગ મેળવી અપાય છે.ખોડા પર ઈન્દ્રજવની છાલને સિંધવ મેળવી ગોમૂત્ર સાથે લેપ કરવો.
ઈન્દ્રજવ ઉપયોગ
પથરી પર ઈન્દ્રજવની છાલ દહીંમાં ઘસી પીવડાવવાથી ફાયદો થાય છે. તેનો ખાસ ઉપયોગ ઝાડા થતાં હોય ત્યારે થાય છે. મરડાની દવા છે.
ઈન્દ્રજવ ઉપયોગ
ક્રૂરજાષ્ટકવટી અથવા ક્રૂરજધનવટી સ્ક્રૂરજાવદ વગેરે બનાવટો મરડામાં બહુજ વપરાય છે. કૂડાની સીંગો ઈન્દ્રજવ કરતાં નાની અને જાડી હોય છે.