પશ્ચિમઘાટ અને દક્ષિણ ભારતના જંગલમાં થતું આ એવરગ્રીન મધ્યમ આકારનું વૃક્ષ છે. દેખાવે અતિ સુંદર ચળકાટ મારતા સદાહરિત પાન અને નમેલી ડાળીઓ અતિ સુંદર લાગે છે.
કોકમના ઉપયોગ
વૃક્ષના ફળનો બાહ્યભાગ (કોકમ ફૂલ) દાળ શાક સ્વાદ વૃદ્ધિ માટે ખટાશ તરીકે વપરાય છે. તેનાથી ખોરાકની પાચકતા પણ વધે છે.
કોકમના ઉપયોગ
કોકમના બીજમાંથી મળતું ઘટ્ટ તેલ (કોકમનું ઘી) તે શિયાળામાં તરડાઈ જતી ચામડી સામે ઉત્તમ રક્ષણ પૂરૂ પાડે છે.
કોકમના ઉપયોગ
આ તેલ કન્ફેક્શનરી અને કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીમાં (સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં) પણ ઉપયોગમાં લેવાય છે.