કેળ લગભગ ભારતમાં બધે થાય છે કેળ ઉપર ત્રણ ફૂટ લાંબા અને દોઢ ફૂટ પહોળાં પાન થાય છે. કેળ એ વર્ષાયુ છોડ છે. તેનું થડ એ ખરેખર થડ નથી પરંતુ અનેક પર્ણોના દંડથી બનેલું સ્તંભ છે.
કેળના ઉપયોગ
કેળના પાનનો પતરાળા તરીકે ઉપયોગ થાય છે. કેળ એકજ વાર ફળે છે. ત્યારબાદ તેને ખોદીને કાઢી નાખવામાં આવે છે. તેના ફૂલવાળા દાંડા ઉપર ચારેબાજુ કેળાં લાગે છે.
કેળના ઉપયોગ
ફૂલનો દંડો કાપીને તેનું શાક બનાવી શકાય છે. પોષાયેલાં કેળાંવાળો દાંડો કાપી તેને પકવવામાં આવે છે. પાકાં કેળા પુષ્ટિકારક, બળવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે.
કેળના ઉપયોગ
પ્રદર તથા ધાતુ વિકાસમાં તે ઘી સાથે લઈ શકાય. તેથી ઘણો ફાયદો થાય છે. કેળના થાંભલામાંથી પાણી કાઢીને પાપડ વગેરેનો લોટ બાંધવામાં વાપરી શકાય.
કેળના ઉપયોગ
કેળના પાન કથા પૂજા વખતે વપરાય છે. કેળના છોડના મૂળમાંથી ફણગા ફૂટે છે. તેને ગાંઠ સાથે લઈ બીજે વવાય છે.