ભારતમાં સર્વત્ર કોઈ પણ પ્રકારની જમીન ઉપર થતું એક વિશાળ વૃક્ષ છે. તે અર્ધ સદાહરિત અને સરળતાથી ઝડપી ઉગે છે. તેના પર સફેદ ફૂલ આવે છે. લીમડાના સેવનથી ઘણા રોગો મટે છે. ખાસ કરીને ચૈત્ર સુદ પડવાને લીમડાના પાન અને ફુલ મરી તથા સિંધવ પ્રમાણસર મેળવી તે રસ પીવામાં આવે તો આવતા ઉનાળામાં થતા ગરમીના રોગો તથા અળાઈ થતી નથી. આ રસ ૧૫ દિવસ સુધી રોજ સવારે પીવામાં આવે તો આખા ઉનાળાનો સંતાપ સતાવતો નથી. તેમજ કોઈપણ ગરમીના વ્યાધિઓ થતાં નથી.