ઉમરડાનું ઝાડ ખૂબજ જાણીતું છે. તે સદાહિરત છે. તેના પર અંજીર જેવાં ફળ આવે છે, જે ફળ પાકે ત્યારે ગુલાબી આકર્ષક રંગના થાય છે. તે ખાવામાં મીઠા સ્વાદિષ્ટ લાગે છે. તેનાં કાચા ફળનું શાક થાય છે તેની છાયા શીતળ છે.
ઉમરડા ઉપયોગ
ઉમરડાની ઝાડની જમણી બાજુ ખોદવાથી જમીનમાંથી પાણીનાં ઝરણાં મળે છે. લોકો ઉમરડાના ઝાડ પાસે કૂવો ખોદાવી પાણી મેળવે છે.
ઉમરડા ઉપયોગ
વાયુથી જકડાઈ ગયેલા અંગ પર ઉમરડાનું દૂધ ચોપડી રૂ ચોંટાડવાથી તે મટે છે. બળતરા થતી હોય તો ઉમરડાનું દૂધ સાકર મેળવી આપવું.
ઉમરડા ઉપયોગ
વડ, પીંપળો, ઉમરડો આ ત્રણ છાલ સરખે ભાગે લઈ ચૂર્ણ કરી પાણીમાં મલમ બનાવી ગમ ગુમડા પર લગાડવાથી મટે છે.
ઉમરડા ઉપયોગ
ઉમરડાના પાનની લુગદી ગમે તેવા તાજા ઘા પર બાંધવાથી તે જલ્દીથી રૂઝાય છે. ઉર્દુબટ વાતાવરણને ઠંડુ રાખે છે. ખૂબ જ ઝડપથી વધે છે.