સર્વત્ર જોવા મળતો આ નાનો છોડ ઋતુ મુજબ દર વર્ષે ઉગતો વાર્ષિક છોડ છે. પાંદડાની લંબાઈ કરતાં તેનાં પર્ણદંડ વધુ લાંબા હોય છે. ઘણી બધી ત્રાંસી અને મુલાયમ વાળવાળી ડાળીઓ ધરાવે છે. બે ફૂટ જેટલી ઊંચાઈ હોય છે. આ છોડમાં એકાઈલીનીન નામનું આલ્કલોઈડ હોય છે.
છોડ ઉધરસ મટાડનાર રેચક, મૂત્ર પ્રવાહ સહેલો કરનાર હોય છે.
અસ્થમા, ન્યૂમોનિયા અને રૂમેટીઝમ પર તેનો ઉપચાર પ્રચલિત છે.
તેના પાનના રસને આદુના રસ સાથે લેતાં પેટમાંના કૃમિનો નાશ થાય છે.