કાજુના ઝાડ ડુંગરાળ પ્રદેશમાં તેમજ જંગલોમાં થાય છે. આફ્રિકા અને દક્ષિણ ભારતમાં તે પુષ્કળ થાય છે. તેની ખેતી પણ થાય છે. તેના પાના લાંબા જાડા ચળકાટ મારતા હોય છે. ઝાડ પર માગશરથી ફાગણ સુધી ફૂલ અને ચૈત્રથી જેઠ માસ સુધી ફળ આવે છે. ફળ રંગબેરંગી હોય છે. તેની નીચે કિડની આકારનો હુંટો હોય છે.