આંબાના ઝાડ ભારત દેશમાં બધા પ્રાંતોમાં જોવા મળે છે. આંબાની અનેક જાતો હોય છે. આંબા પર વર્ષમાં એકવાર શિયાળામાં મોર આવે છે અને તેના પર કેરીઓ થઈ તે ઉનાળામાં પાકે છે, પાકી કેરીનો રસ ઘણો મધુર સ્વાદિષ્ટ તેમજ બધાને ગમે છે. તેના સેવનથી શરીરમાં સારા પ્રમાણમાં લોહી વધે છે.
(૧) કેરીની ગોટલીનું ચૂર્ણ કરી દર્હી સાથે આપવાથી ઝાડા મટે છે. તેમજ કરમિયા પણ મટે છે (ર) ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી દૂઝતા હરસ અને સફેદ પ્રદર મટે છે. (૩) નસકોરી ફટે ત્યારે ગોટલીનો રસ નાખવો જોઈએ. (૪) વછા ડંખે કે તરત કેરીનો ચીક લગાવવાથી મટે છે.