આમલીનાં ઝાડ આપણા દેશમાં બધે જ જોવા મળે છે. આમલીના ફૂલખાટા સ્વાદિષ્ટ રૂચિકર હોય છે. આમલીનું બી મહા, ફાગણ મહિનામાં પાકીનેતૈયાર થાય છે. તેના ઉપરનું કડક છોડું તથા અંદરના બી-કચૂકા કાઢી મીઠું ભેળવીસંગ્રહ કરવામાં આવે છે.
આમલીના ઉપયોગ
-આમલી રૂચિકર-પિત્તનાશક તથા વિરેચક છે. દાળ-શાકમાં તે મેળવી વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે.
આમલીના ઉપયોગ
-ઉનાળામાં પિત્તશમન માટે તેના પાણીમાં ગોળ મેળવી સેવન કરવામાં આવે છે. દસ્ત સાફ લાવવા વાળી હોવાથી રસોઈમાં વપરાય છે.
આમલીના ઉપયોગ
-વધારે ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણ ની સાથે આમલીનું પાણી મેળવી આપવાથી મટે છે. વીંછીના ડંખ પર કચુકા ઘસીને લગાડવાથી તે ચોંટી જશે અને ઝેર શોષી છૂટો પડે છે.