અરણી ગુજરાતનાં ગામમાં ખેતરોની વાડોમાં અરીના છોડ પાંચથી, દસ ફૂટ ઊંચા પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળે છે. તેના પાનને મસળવાથી સહેજ, ચીકાશ પડતો લીલા રંગનો રસ નીકળે છે. આ રસ ચટપટો (તીખાશ પડતો) અને ખારાશ પડતા કડવા સ્વાદ વાળો હોય છે. અરણીની છાલ ધોલાશ પડતી, ફિક્કી ભૂખરા રંગની હોય છે. તેને કારતક-માગશરમાં ધોળા, સુંદર, સુગંધીદાર, ફલો આવે છે. તેના ફળ નાના, લીસાં અને ચળકતા હોય છે.
આંખોના રોગો, શરદી અને વિષ-ઝેર સેવનમાં તથા ઊબકા-ઊલટીમાં તેનું સેવન ખૂબ હિતકારી બને છે. અરણી ઉષ્ણ- ગરમ, તીખી, કડવી, તુરી, મધુર અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે. અરણી સોજો, કફ, વાયુ અને પાંડુરોગને મટાડે છે. આમ, અરણી શોઘ્ન, કફઘ્ન અને વાયુને હરનાર છે.
• અરણીના પાનનો રસ એક ચમચી એટલા જ મધમાં મેળવી સવાર-સાંજ લેવાથી ઉધરસ મટે છે. • અરણીના પાનનો રસ એક ચમચી મેરીનું ચૂર્ણ નાખી સવાર-સાંજ પીવાથી સળેખમ મટે છે. • અરણીના પાનનો રસ બે ચમચી સવાર-સાંજ લાંબો સમય લેવાથી શરીરનો મેદ- ચરબી ઓગળી જાય છે. • અરણીના મૂળનું ચૂર્ણ પા ચમચી જેટલું એક ચમચી