ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ચર્ચામાં છે. થોડા મહિના પહેલા આમિર ખાન તેની પત્ની કિરણ રાવને છૂટાછેડા આપીને ચર્ચામાં આવ્યો હતો. હવે ફરી એકવાર આમિર ખાન હેડલાઈન્સમાં આવી ગયો છે. ઈન્ટરનેટ પર સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે, આમિર ખાન હવે ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિર ખાનના ત્રીજા લગ્નના સમાચારે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ સાથે તેની ત્રીજી દુલ્હનનું નામ પણ વાયરલ થઈ રહ્યું છે.
આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાની જાહેરાતના બીજા જ દિવસે સોશિયલ મીડિયા પર એક નામ ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ નામ બીજું કોઈ નહીં પણ ફિલ્મ 'દંગલ'માં આમિર ખાનની દીકરીનો રોલ કરનાર અભિનેત્રી ફાતિમા સના શેખનું હતું. જો આપણે અફવાઓ પર વિશ્વાસ કરીએ, તો ફાતિમા સના શેખના કારણે જ આમિર ખાને કિરણ રાવથી છૂટાછેડા લીધા હતા. અને હવે આમિર ખાન ફાતિમા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ થયાના થોડા દિવસો બાદ આમિર ફાતિમા સાથે લગ્ન કરશે. દંગલ ફિલ્મ દરમિયાન જ ફાતિમા અને આમિર વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને વચ્ચે ઉંમરનું લાંબું અંતર છે, તેમ છતાં બંને એકબીજા સાથે ખૂબ જ આરામદાયક હતા. ફાતિમા સના શેખ માત્ર 29 વર્ષની છે, જ્યારે આમિર ખાન 56 વર્ષનો છે.
તમને જણાવી દઈએ કે સમાચાર આવી રહ્યા છે કે લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝમાં કોઈ અડચણ ન આવે, તેથી આમિર ખાન આ ફિલ્મની રિલીઝ સુધી રાહ જોશે. અને ફિલ્મ રિલીઝ થયા બાદ આમિર ખાન ફાતિમા સના શેખ સાથે લગ્ન કરશે. લાલ સિંહ ચઢ્ઢામાં કરીના કપૂર આમિર ખાન સાથે જોવા મળશે. આમિર ખાનના ફેન્સ તેની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ હવે બધાનું ધ્યાન આમિર ખાનના ત્રીજા લગ્ન તરફ ગયું છે.
આર્યન ખાન કેસમાં આવ્યો મોટો ટ્વીસ્ટ, બોમ્બે હાઈકોર્ટે કહ્યું- ગુનાની યોજના બનાવવાના કોઈ પુરાવા
આ વર્ષે ઓગસ્ટમાં આમિર ખાને તેની બીજી પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. કિરણ રાવ અને આમિર ખાને તેમના સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું હતું. જે બાદ બંનેએ પ્રેસ કોન્ફરન્સમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે બંને હંમેશા એકબીજાના સારા મિત્રોની જેમ રહેશે. આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા સાથે તેણે પણ 15 વર્ષ પહેલા આ જ અંદાજમાં છૂટાછેડા લીધા હતા. તમને જણાવી દઈએ કે ફાતિમા સના શેખ સાથેના લગ્નના સમાચાર પર આમિર ખાન તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. નાહી ફાતિમા સના શેખે આ અંગે કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન આપ્યું છે. હવે શું ફાતિમા આમિરની ત્રીજી દુલ્હન છે? અને આમિરના ત્રીજા લગ્નના સમાચારમાં કેટલું સત્ય છે તે તો આવવા વાળો સમય જ કહેશે.