ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
તહેવારો દરમિયાન જ એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (EPFO)એ સાડાછ કરોડ કર્મચારીઓને ખુશખબર આપ્યા છે. બહુ જલદી વર્ષ 2020-21ના આર્થિક વર્ષ માટેનું પ્રોવિડન્ટ ફન્ડ પર સાડાઆઠ ટકા ઇન્ટરેસ્ટ કર્મચારીઓનાં ખાતાંમાં જમા કરવામાં આવવાનું છે. EPFO દ્વારા એની માહિતી ટ્વીટ કરીને આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે આર્થિક વર્ષ 2020-21 માટે એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશને 8.5 ટકા વ્યાજને મંજૂરી આપી છે. 2019-20ના વર્ષમાં KYCમાં થયેલી ગરબડને કારણે કર્મચારીઓને વ્યાજ માટે ખૂબ રાહ જોવી પડી હતી. હવે 2020-21ના આર્થિક વર્ષ માટે સરકારે 8.5 ટકા વ્યાજદર નક્કી કર્યો છે. આ વ્યાજદર જોકે છેલ્લાં સાત વર્ષમાં સૌથી ઓછો વ્યાજદર છે.
કર્મચારી પોતાના પ્રોવિડન્ટ ફન્ડની રકમ જાણવા માટે 011-22901406 નંબર પર મિસ્ડ કૉલ કરીને જાણી શકશે. આ રકમ જાણવા માટે UAN, પૅન અને આધાર લિન્ક હોવાં આવશ્યક છે. ઑનલાઇન પણ બૅલૅન્સ ચેક કરી શકાશે.
જાણીતા ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરનું કોરોના યોદ્ધા તરીકે સન્માન; જાણો વિગત
PFની રકમ જાણવા epfindia.gov.in વેબસાઇટ પર લૉગ ઑન કરીને એના પર ઈ-પાસબુક પર ક્લિક કરવું. ઈ-પાસબુક પર કિલક કરવા પર passbook.epfindia.gov.in વેબસાઇટ પર નવી વિન્ડો ઓપન થશે. અહીં UAN પાસવર્ડ નાખવો. અહીં તમામ માહિતી અપલોડ કર્યા બાદ મેમ્બરે આઇડી પસંદ કરવાનો રહેશે. ત્યાર બાદ ઈ-પાસબુક પર EPF બૅલૅન્સ મળશે.