વેપાર-વાણિજ્ય

આ તો કેવી આફત? વસઈ, વિરારમાં બે દિવસના મુસળધાર વરસાદમાં ફૅક્ટરીઓમાં છથી સાત ફૂટ ભરાયાં પાણી : વેપારીઓને થયું કરોડો રૂપિયાનું નુકસાન; જાણો વિગત

Jul, 21 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 જુલાઈ, 2021

બુધવાર

પાલઘર જિલ્લામાં શનિવાર અને રવિવારે પડેલા મુસળધાર વરસાદને પગલે વસઈ અને વિરારમાં આવેલા ઇન્ડિસ્ટ્રિયલ એરિયામાં મોટા ભાગની ફૅક્ટરીઓમાં છથી સાત ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં. પહેલેથી કોરોનાએ આર્થિક રીતે  ભાંગી નાખ્યા છે, એમાં વરસાદને પગલે વેપારીઓની પરિસ્થિતિ બેહાલ થઈ ગઈ છે. ઓવરઑલ નુકસાનીનો અંદાજો આવતાં સમય લાગશે. જોકે પ્રાથમિક તપાસમાં આ નુકસાનીનો આંકડો 1200થી 1500 કરોડ રૂપિયાની આસપાસનો હોવાનું કહેવાય છે. વેપારીઓએ વરસાદના પગલે થયેલા નુકસાનીનું વળતર આપવાની માગણી પણ સરકાર સમક્ષ કરી હોવાનું કહેવાય છે.

વસઈ ઇન્ડસ્ટ્રિયલ મૅન્યુફૅક્ચર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રેસિડન્ટ અજય મોદીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે ભારે વરસાદની સાથે જ પેલ્હાર ડૅમ ઓવરફ્લો થઈ જવાને કારણે પૂરા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં છથી સાત ફૂટ પાણી ભરાયાં હતાં. વરસાદ સતત ચાલુ હોવાથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં સમસ્યા સર્જાઈ હતી. વરસાદનું જોર હળવું થતાં સફાઈનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું. જોકે કમરબંધ ભરાયેલાં પાણીની સાથે જ કાદવ-કીચડ પણ હોવાથી ફૅક્ટરી અને મશીનરીઓની સફાઈમાં ખાસ્સો સમય જશે.

વરસાદને કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. નવઘરમાં 1,600થી 1,700 ફૅક્ટરી છે. ઇન્ડસ્ટ્રિયલ એસ્ટટમાં  ગ્રાઉન્ડ ફ્લોરમાં 800થી 900 ફૅક્ટરી છે. સ્ટેશન પાસે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં 125 જેટલાં બિલ્ડિંગ છે. 20 બિલ્ડિંગ પ્રાઇવેટ છે. દરેક જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોરમાં 500થી 1,000 સ્ક્વેરફૂટ જગ્યા છે. ભારે વરસાદને પગલે ફૅક્ટરીમાં રહેલા મશીન ખતમ થઈ ગયાં છે. રો- મટીરિયલ ખતમ થઈ ગયાં છે. શનિવારે દિવસ દરમિયાન બનેલો ફિનિશ માલને નુકસાન થયું છે. દરેક ફૅક્ટરીને સરેરાશ પાંચથી દસ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અજય મોદીએ જણાવ્યું હતું.

વસઈમાં વાલીવ, સાતીવલી, ગૌવરાઈ પાડા, ગોખીવરે એરિયા, તુંગારેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટટ વગેરે જગ્યાએ, 10,000  બિલ્ડિંગ છે. નાલાસોપારા, વિરાર, વસઈમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયાં હતાં.  સોમવારે સાફસફાઈ ચાલુ હતી, પણ જેટલું પાણી ઊંચકીને બહાર ફેંકો એટલું પાણી અંદર આવે છે. પાણી આગળ જતું નથી. વહેવાનું અટકી ગયુ છે. એક લેવલ પર આવીને પાણી હજી સ્ટેબલ થઈ જાય છે. એક વેપારીનું તો જાપાનથી લાવવામાં આવેલું બે કરોડનું મશીન પણ પાણીમાં ડૂબી ગયું હોવાનું અજય મોદીએ જણાવ્યું હતું.

શું ખરેખર સોના પર હોલમાર્કિંગ ફરજિયાત કરીને સરકારે એક તીરે બે નિશાન માર્યા ? જાણો વિગત

અજય મોદીના કહેવા પ્રમાણે વેપારીઓના પ્રોડક્શનને મોટા પ્રમાણમાં અસર થશે. મશીનરીઓને થયેલા નુકસાનીને કારણે પ્રોડક્શન ચાલુ કરવામાં વિલંબ થશે અને એને કારણે અનેક ઑર્ડર રદ થવાની પણ શક્યતા છે. કોરોનાને કારણે વેપારીઓની હાલત આમ પણ ખરાબ છે અને હવે વરસાદી આફતને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વરસાદને પગલે થયેલા નુકસાનીનું વળતર સરકારે આપવું જ જોઈએ  એવી માગણી મોટા ભાગના વેપારીઓ કરી રહ્યા છે. એ બાબતનો પત્ર પણ સ્થાનિક પ્રશાસનને લખવામાં આવ્યો છે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )